નવી દિલ્હી: નવી દિલ્હી: પેટ્રોલ ડીઝલના વધતા ભાવો વચ્ચે નાણા મંત્રી અરુણ જેટલીએ આજે એક મોટી જાહેરાત કરી. અરુણ જેટલીએ કહ્યું કે કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યૂટી પર 1.5 રૂપિયા સુધીનો ઘટાડો કરશે. જ્યારે ઓઈલ કંપનીઓ પણ પ્રતિ લીટર પેટ્રોલ ડીઝલ પર 1 રૂપિયો ઓછો કરશે. તેનાથી ગ્રાહકોને પેટ્રોલ ડીઝલમાં પ્રતિ લીટર 2.50 રૂપિયાનો ફાયદો થશે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકારોને પણ 2.50 રૂપિયા સુધીનો વેટ ઓછો કરવાની  ભલામણ કરીશું.


સસ્તુ થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ, 5 રૂ. સુધી એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવા પર સરકારની વિચારણા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણામંત્રીએ એમ પણ કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાને સ્થિર રાખવા માટે અનેક પગલાં લેવાયા છે. તેમણે કહ્યું કે પેટ્રોલ ડીઝલના ભાવો પર નજર રાખવા માટે એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. દેશમાં ઓઈલની કિંમતોમાં આંતરરાષ્ટ્રીય કારણોસર ભાવ વધી રહ્યાં છે. ક્રુડ ઓઈલની કિંમતો સતત વધી રહી છે જેની અસર ભારત પર જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે દેશનો ખજાનો મજબુત હોત તો સરકાર પેટ્રોલિયમ પેદાશોના ભાવો પર લગામ કસી શકાત.


ગુજરાતની જનતાને થશે 5 રૂપિયાનો ફાયદો, જાણો કેવી રીતે?


પેટ્રોલીયમ પેદાશોના વધતા ભાવોથી ખેડૂતોની પહેલેથી જ બદહાલ સ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા છે. ખાસ કરીને રવી પાક પર તેનો ખુબ વધુ પ્રભાવ પડવાનું અનુમાન છે. ડીઝલ હાલ રેકોર્ડ ઉચ્ચ કિંમત પર વેચાઈ રહ્યું છે. કૃષિ ક્ષેત્રમાં તે સૌથી વધુ વપરાય છે. ખેતર ખેડવા માટે ટ્રેક્ટરથી લઈને સિંચાઈના પંપસેટમાં ડીઝલનો જ ઉપયોગ થાય છે. આથી ડીઝલ મોંઘુ થવાથી ખેડૂતો પર તેની સીધી અસર પડી રહી છે. 


બિઝનેસના વધુ સમાચારો જાણવા માટે કરો ક્લિક...